મોરબી : આજરોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે મોરબીમાં ભૂદેવો દ્વારા નૂતન યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભૂદેવોએ જનોઈ બદલી હતી. મોરબી બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણોની ભોજનશાળા ખાતે આજે નૂતન યજ્ઞોપવિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રી વિપુલભાઈએ ઉપસ્થિત રહીને યજ્ઞોપવિતની વિધિ કરાવી હતી. જેમાં 110 જેટલા ભૂદેવોએ આ વિધિ કરીને જનોઈ બદલાવી હતી.