હળવદ : હળવદના રાણેકપર ગામે રૂ.4.20 કરોડના ખર્ચે નવો રોડ મંજુર કરવામાં આવ્યો છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરાની રજૂઆતને પગલે સરકારે આ રોડના કામને લીલીઝંડી આપી છે. હળવદ તાલુકાના રાણેકપર ગામે રોડની હાલત ખરાબ હોય, સ્થાનિકો દ્વારા નવા રોડ અંગે માંગ ઉઠાવી હતી. આ બાબતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સતત ફોલોઅપ લેરા માર્ગ અને મકાન વીભાગ દ્વારા રૂ.2.40 કરોડના ખર્ચે આ 1.4 કિમીના રોડને મંજૂરી આપી છે. જે બદલ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.