મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની રજૂઆત સામે પ્રસાર ભારતીએ FM સ્ટેશન અંગેની વિગતો જાહેર કરીમોરબી: મોરબી શહેરમાં લાંબા સમયથી ચાલી આવતી FM સ્ટેશનની માંગ હવે પૂર્ણ થવાની શકયતા દેખાઈ રહી છે. પ્રસાર ભારતી સચિવાલય દ્વારા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની રજૂઆતની સામે લખવામાં આવેલા પત્રમાં આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે.જમીન સંપાદનની કામગીરી ચાલુ..પ્રસાર ભારતીના જણાવ્યા અનુસાર, 'BIND 2021-26' યોજના હેઠળ મોરબી માટે 5kW FM સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે. આ માટે યોગ્ય જમીનની ઓળખ કરી લેવામાં આવી છે અને રાજ્ય પ્રશાસન સાથે જમીન ફાળવણી અંગેની ચર્ચા ચાલી રહી છે. પ્રસાર ભારતીએ જિલ્લા વહીવટી તંત્રને આ જમીન વિનામૂલ્યે અથવા નજીવા દરે આપવા વિનંતી કરી છે. સાધનોનો ઓર્ડર અપાઈ ગયો..પ્રસાર ભારતીએ પત્રમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનિકલ સાધનો જેવા કે 5 kW FM ટ્રાન્સમીટર, 6 બે એન્ટેના, RF કેબલ અને ઓડિયો પ્રોસેસરનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને હાલ તેની સપ્લાયની પ્રક્રિયા ચાલુ છે. હાલ ડિજિટલ પ્લેટફોર્મ પર આકાશવાણી ઉપલબ્ધનવું સ્ટેશન શરૂ ન થાય ત્યાં સુધી નાગરિકો આકાશવાણીની વિવિધ સેવાઓ જેમ કે વિવિધ ભારતી અને લાઈવ ન્યૂઝનો આનંદ 'DD FreeDish', 'newsonAIR' એપ અને પ્રસાર ભારતીના નવા 'WAVES' OTT પ્લેટફોર્મ પર માણી શકે છે. આ સુવિધાઓ ગ્રામીણ વિસ્તારોમાં પણ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.