પ્રમુખ તરીકે ધીરુભાઈ લાધણોજા અને ઉપપ્રમુખ તરીકે બચુભાઈ લખતરિયાને જવાબદારી સોંપાઈહળવદ : શનિવારના રોજ હળવદ તાલુકા વાણંદ ચોવીસી સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ દરમિયાન નવી કમિટીમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.હળવદ તાલુકા ના વાણંદ સમાજ દ્વારા સમાજે હિતમાં તેમજ સમાજના ઉત્થાન માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં શનિવારના રોજ યોજાયેલ સમાજના આગેવાનોની બેઠકમાં હળવદ વાણંદ ચોવીસીની જનરલ મિટિંગમાં નવી કમિટીની નિમણૂક કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે ધીરુભાઈ ગોરધનભાઈ લાંધણોજા,ઉપપ્રમુખ ભરતભાઇ બચુભાઈ લખતરીયા,મંત્રી દીલીપભાઇ ચમનભાઇ દસાડીયા, તેમજ ખજાનચી તરીકે ગોરધનભાઈ રામજીભાઇ સુરાણીને જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે કમીટીના સભ્ય તરીકે કીશોરભાઇ લાલજીભાઇ ચારોલા,રસિકભાઇ અમરશીભાઇ સચાણીયા,કીશોરભાઇ ચન્દ્રકાનતભાઇ ધોળકિયા,રાજુભાઈ ધીરુભાઈ ચાવડા,સુરેશભાઈ પોપટભાઇ મુંજપરા,શૈલેષભાઇ હસમુખભાઈ બજાણીયા,કીર્તિભાઇ ધનજીભાઇ મુંજપરા,જગદીશભાઈ ઓધવજીભાઇ વાધેલા,શાંતિલાલ ગણેશભાઇ ખરચરીયા,જયંતીભાઈ મગનભાઇ બજાણીયા,વીપુલભાઇ રસીકભાઇ ઠોરીયા,ધીરુભાઈ પરશોતમભાઇ દુદકીયા,ભરતભાઈ ભીખાભાઇ લખતરીયા,વીહાભાઇ મગનભાઇ મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.