મોરબી : મહંમદ રફી સાહેબની 100મી જન્મજયંતી નિમિત્તે મોરબીમાં સંગીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. બી.કે. લહેરૂ તથા નિકુંજ મહેતા (રેડીયો સેન્ટર) વાળા તરફથી તારીખ 24 ડિસેમ્બરના રોજ રાત્રે 8 થી 11 વાગ્યા સુધી શનાળા રોડ પર મહાવીર સોસાયટીના સાર્વજનિક મેદાનમાં રફી સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે નૌશદભાઈ મીરનો સંગીનો કાર્યક્રમ યોજાશે. જેમાં તમામ સંસ્થા, સોસાયટી તથા મોરબીની જનતાને ઉપસ્થિત રહેવા લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ અને નિકુંજ મહેતા દ્વારા જણાવાયું છે.