મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લોર્ડસ ઇકકો હોટલની પાછળ જીગ્સ ઇન કોર્પોરેશન નામના કારખાનાની દીવાલ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ અલ્પેશભાઇ ભાણજીભાઇ સાણંદીયાની માલિકીનું રૂપિયા 40 હજારની કિંમતનું મોટર સાયકલ ચોરાઈ જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.