મોરબી : મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલા મોટર સાયકલની ચોરી થયાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ આવેલ સાત હનુમાન સોસાયટીના બ્લોકનં.૩૯ માં રહેતા અને ડ્રાયવિગનો ધંધો કરતા રમેશભાઇ હરીલાલ બાવરવા ઉ.વ.૫૦ એ ગત તા.૧૫ના રોજ મોરબી લીલાપર રોડ સાત હનુમાન સોસાયટીમાં ઘર પાસે મોટર સાયકલ નં. GJ-36-N-3855 પાર્ક કર્યું હતું. જે બાઇક અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.