ગામમાં જ અન્ય એક જગ્યાએ પણ વીજળી પડતા 2 ભેંસોના પણ મોતમોરબી અપડેટ : હળવદના માથક નજીક વાડી વિસ્તારમાં બે સ્થળોએ આકાશી વીજળી પડવાની ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં વાડી રાખીને ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારની માતા અને તેના 4 વર્ષના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઉપરાંત બીજી એક જગ્યાએ વીજળી પડતા બે ભેંસોના પણ મોત થયા છે.મળતી વિગતો અનુસાર, મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ માથક નજીક વાડી રાખીને ખેતમજૂરી કરતા શ્રમિક પરિવાર પર સાંજના સમયે આભ તૂટી પડ્યું હતું. સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ વચ્ચે અચાનક ગાજવીજ સાથે કડાકાભેર વીજળી ત્રાટકી હતી. આ વીજ દુર્ઘટનામાં વાડીમાં રહેલા મકુબેન રાકેશભાઈ નાયક (ઉંમર વર્ષ 28) તથા તેમના પુત્ર શ્યામ રાકેશભાઈ નાયક (ઉંમર વર્ષ 4) પર વીજળી પડતા બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એકસાથે માતા અને 4 વર્ષના માસૂમ પુત્રનું વીજળી પડવાથી અકાળે મોત થતાં પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુમાં માથક ગામમાં જ વીજળી પડવાની અન્ય એક ઘટના પણ બની હતી, જેમાં ગામના કાનાભાઈ જેસાભાઈ ઠાકોરની 2 ભેંસો પર આકાશી વીજળી પડતા બંને ભેંસોના પણ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.#Morbi #MorbiUpdate #Mathak #LightningStrike #TragicDeath #GujaratNews #MorbiNews