મોરબી : મોરબીના નવનિયુક્ત જિલ્લા કલેકટર જી.ટી.પંડયાએ ગઈકાલે ચાર્જ સાંભળતા જ નાદુરત તબિયત હતી ત્યારે આજે તેઓને વાયરલ ઇન્ફેક્શન હોવાનું સતાવાર રીતે જાણવા મળ્યું છે. મોરબી જિલ્લા કલેકટર તરીકે નિમણુંક પામેલા જી.ટી.પંડ્યાએ ગઈકાલે નાદુરસ્ત તબિયત હોવા છતાં કલેકટર તરીકે ચાર્જ સાંભળ્યો હતો. દરમિયાન આજે તેઓની તબીબી તપાસમાં વાયરલ ઇન્ફેક્શન હોવાનું જણાતા તેઓ ગરીબ કલ્યાણ મેળામાં પણ હાજર રહી શક્યા ન હતા. અધિક જિલ્લા કલેકટર એન.કે.મુછારે પણ જિલ્લા કલેકટરને વાયરલ ઇન્ફેક્શન હોવાનું જણાવ્યું હતું.