મોરબી: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે શહેરના આયોજનબદ્ધ વિકાસ માટે તંત્રએ કામગીરી તેજ કરી છે. મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના બે મહત્વના વિસ્તારો માટે મોટા પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં માધાપર ખાતે નવું શાક માર્કેટ અને ત્રિકોણ બાગ વિસ્તારની મ્યુનિસિપલ દુકાનોના નવસર્જનનો સમાવેશ થાય છે.માધાપર ખાતે આધુનિક શાક માર્કેટનું નિર્માણશહેરમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને જનસંખ્યાને ધ્યાને રાખીને માધાપર વિસ્તારમાં સુવિધાયુક્ત નવું શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને LOI (Letter of Intent) પણ સુપરત કરી દેવાયો છે. ટૂંક સમયમાં જ અહીં નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ માર્કેટ બનવાથી છૂટક વિક્રેતાઓને હકનું સ્થાન મળશે અને સ્થાનિકોને ટ્રાફિકની કડાકૂટ વગર ખરીદીની સુવિધા મળશે.ત્રિકોણ બાગની જર્જરિત દુકાનોનું થશે કાયાકલ્પશહેરના હાર્દ સમાન ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની માલિકીની જૂની અને જર્જરિત મ્યુનિસિપલ શોપ્સના રી-ડેવલપમેન્ટ માટે પાલિકાએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. આ અંગે પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થાનિક દુકાનદારો સાથે રૂબરૂ બેઠક યોજીને પ્લાન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂની મિલકતોના સ્થાને અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે, જેનાથી શહેરની સુંદરતામાં વધારો થશે અને વેપારીઓને પણ આધુનિક વ્યવસાયિક તકો પ્રાપ્ત થશે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #Development #VegetableMarket #Redevelopment #TrikonBaug #UrbanPlanning