વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામે આવેલ કોલીટી મિનરલ નામના કારખાનામાં રહેતા મધ્યપ્રદેશના વતની પરિવારની બે દીકરીઓ વચ્ચે વાસણ ધોવા બાબતે ઝઘડો થતા શિવાની સમરીયાભાઈ નિનામાં ઉ.17ને માઠું લાગી જતા ઓરડીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.