ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં જયુભા ભીખાભા ગઢવીની વાડીએ રહેતા અને ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની છગનભાઇ દિનેશભાઇ અજનાર ઉ.15 નામના સગીરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.