ખેતશ્રમિક પરિવારની સગીરા અન્ય યુવાન સાથે વાત કરતી હતી ત્યારે ભાઈ આવી જતા ડરના માર્યા સગીરાએ મોત વ્હાલું કર્યું મોરબી : મોરબીના ખાનપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારની સગીરા અન્ય યુવાન સાથે વાત કરતી હતી તે દરમિયાન સગીરાનો ભાઈ આવી જતા આ વાતની માતાપિતાને ખબર પડી જવાના ડરથી સગીરાએ વીજ થાંભલા સાથે ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ દાહોદના ધાનપુર તાલુકાના અંગાસવાણી ગામના વતની દિનેશભાઇ સમશુભાઈ મીનામાં પોતાના પરિવાર હાલમાં બાદનપર ગામની સીમમાં ધનજીભાઈ સવજીભાઈ કણઝારીયાની વાડીએ ખેતમજૂરી કરવા આવ્યો હોય ગત તા.2ના રોજ રાત્રીના સમયે દિનેશભાઈની પુત્રી દીપિકા ઉ.17 કોઈ વિપુલ નામના છોકરા સાથે વાત કરતી હતી તે વેળાએ દીપિકાનો ભાઈ રોહિત બન્નેને જોઈ જતા દીપિકાને મનમાં લાગી આવ્યું હતું અને રોહિત આ વાતની જાણ માતાપિતાને કરશે તેવો દર લાગતા દીપિકાએ ખાનપર ગામની સીમમાં ડાયાભાઇ અમૃતીયાની વાડીના શેઢે આવેલા વીજ થાંભલામાં ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.