મોરબી : વર્ષ 2023ને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે લાલપર આંગણવાડીમાં મિલેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાલપર સેજાના 14 આંગણવાડી કાર્યકર હાજર રહ્યા હતા અને મિલેટમાંથી અલગ અલગ 27 વાનગીઓ બનાવી હતી. જેમાંથી 1,2 અને 3 નંબરને પ્રોત્સાહિત કરાયા હતા. આ તકે મુખ્ય સેવિકા ક્રિષ્નાબેન પરમાર અને પીએસસી ઇન્સ્ટ્રક્ટર શીતલબેન ભાલેજીયા ઉપસ્થિત રહ્યા હતા.