મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલી આંગણવાડીમાં આજે તારીખ 8 જુલાઈના રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલેટ વર્ષ 2023 અંતર્ગત યોજાયેલી આ વાનગી સ્પર્ધામાં બહેનોએ વિવિધ મિલેટમાંથી બનતી વાનગીઓ બનાવી હતી. આ સ્પર્ધામાં બગથળા સેજાની 20 કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય પરેશભાઈ રૂપાલા અને નાની વાવડી ગામના સરપંચ અશ્વિનભાઈ પડસુંબિયા અને સુપરવાઈઝર પાયાલબેન ડાંગર હાજર રહ્યા હતા.