મોરબી : મોરબીમાં આધેડ મહિલાએ અગ્નિસ્નાન કરતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મોરબી શહેરમાં ઈન્દીરાનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રહેતા 55 વર્ષીય દયાબેન દેવજીભાઈ પારઘીએ ગત તા. 24 એપ્રિલના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ ઘરે હતા ત્યારે કોઈ કારણોસર શરીરે જાતે કેરોસીન છાંટી જાતે આગ ચાંપી દીધી હતી. આથી, તેઓ આખા શરીરે દાઝી જતા પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલના બનર્સ વોર્ડમાં દાખલ કરેલ હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.