મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામની સીમમા આવેલ ઇડન સીરામીક કોમ્પ્લેક્ષમાં સીડી ઉપરથી પડી જતા મુંબઈથી મોરબી મિત્રને ત્યાં આવેલ મુરલીધર પ્રકાશ સુત્રાવે ઉ.50, રહેવાસી-302 અબ્રોલ હાઉસની બાજુમાં, મુવી ટાઇમ થીયેટર ઓફ લીંક રોડ રામચંદ્રલેન પીઝા હટ વાર્ષીનીનગર મુંબઇ મહારાષ્ટ્ર વાળા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.