અજાણ્યો વાહન ચાલક રોડ ક્રોસ કરતા આધેડને હડફેટે લઈને નાસી છૂટ્યો મોરબી : માળિયા-હળવદ રોડ ઉપર જેતપર નજીક ખાખરેચી ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનમાં આધેડનું મોત નીપજ્યું હતું. જેમાં અજાણ્યો વાહન ચાલક રોડ ક્રોસ કરતા આધેડને હડફેટે લઈને નાસી છૂટ્યો હતો અને આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ અંગે ફરિયાદ નોંધવાઈ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શિવરાજ ઉર્ફે શિવાજી ચંદ્રકાંત બુરસે (ઉ.વ.20, ધંધો-ટ્રાન્સ્પોર્ટ, રહેવાસી-શિરડ શાહપુર, તા.ઔઢા નાગનાથ, જીલ્લો.હિંગોલી, હાલ-દિગ્રેસ મહારાષ્ટ્ર)એ આરોપી કોઈ અજાણ્યો ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.5 ના રોજ ખાખરેચિ ગામના પાટિયા પાસે માળિયા-હળવદ રોડ જેતપર પાસે કોઈ અજાણ્યા ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલાનો ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચાલવી ફરીયાદીના કુટુમ્બી મામા દિપકભાઈ મુંજાજી અકમાર રોડ ક્રોસ કરવા જતા હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી તેને માથામા તથા બન્ને હાથ તથા બન્ને પગમા ગમ્ભિર ઈજા કરતા રાજકોટ સીવીલ હોસ્પિટલમા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત કરીને આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.