લાભનગર વિસ્તારમાં પાડોશી સાથે ઝઘડો કરી રહેલા શખ્સને સમજાવવા જતા નિર્દોષ આધેડને છરી ઝીકી દેવાય, રાજકોટ દમ તોડ્યો મોરબી : મોરબીના લાભનગર વિસ્તારમાં ગઈકાલે ફટાકડા ફોડવા બાબતે પાડોશી શખ્સ સાથે ઝઘડી રહેલા શખ્સને સમજાવવા જતા નામચીન ઈસમે આધેડને છરીના ઘા ઝીકી દેતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન આધેડે દમ તોડી દેતા હત્યાનો બનાવ બન્યો છે, હાલમાં બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ ચાલુ છે.હત્યાના આ બનાવ અંગે સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાભનગર વિસ્તારમાં રહેતા લાખાભાઇ ગઢવી સાથે આરોપી વલી નામનો શખ્સ ફટાકડા ફોડવા બાબતે ઝઘડો કરતો હોય પાડોશમાં જ રહેતા રાજેશદાન અમરદાન ગઢવી ઉ.48 વલીને સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ રાજેશદાન અમરદાન ગઢવીને છરીના ઘા ઝીકી દેતા તેઓને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.