મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક મોબાઈલ રીપેરીંગ કરાવવા માટે ચાલીને જઈ રહેલા નાનીબરાર ગામના વતની સવજીભાઈ દેવજીભાઈ ચાવડા નામના આધેડને જીજે - 03 - બીવી - 9037 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે ઇજાગ્રસ્તના પુત્ર ગોપાલભાઈ સવજીભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.