વાંકાનેરના કણકોટ ગામે બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રેતીની ગાડી ખાલી કરવા જગ્યા બતાવવા ગયેલા આધેડને એક શખ્સે અહીંથી ચાલવું નહિ કહી, લોખંડના પાઇપ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં બ્રાહ્મણ ભોજનશાળા પાછળ રહેતા મોહનભાઇ માવજીભાઇ ગામોટ ગઈકાલે કણકોટ ગામે રેતીની ગાડી ખાલી કરાવવા માટે જગ્યા બતાવવા જતા હતા ત્યારે આરોપી યાકુબભાઇ હાજીભાઇ શેરસીયા રહે.કણકોટ વાળાએ મોહનભાઇને અટકાવી આ રસ્તેથી ચાલવું નહિ કહી, જેમ ફાવેતેમ ગાળો આપી માથાના તથા જમણા હાથના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે મોહનભાઇ ગામોટે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.