મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર ટ્રક ચાલકે એક્સેસ મોટર સાયકલને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર ટ્રક નંબર જીજે -11-વીવી-5300ના ચાલકે એક્સેસ મોટર સાયકલ લઈને જઈ રહેલા મુળજીભાઇ દેવજીભાઇ ચૌહાણને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં મુળજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી છૂટતા મૃતક મુળજીભાઈના પુત્ર દિપકભાઇ મુળજીભાઇ ચૌહાણે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.