મૃતકના મિત્રએ બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના પીપળી-જેતપર રોડ બેલા ગામની સીમમાં એન્ટીલા કારખાનાની સામે રોડ પર બાઈક ચાલકે રસ્તો ઓળગતા આધેડને હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મિત્રએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બાઈક ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબીના લાલપર ગામ રહેતા અને મુળ રહેવાસી ડી-૫૦૪ સમર્પણ રેસીડેન્સી ડી-માર્ટની પાસે કલોલના વતની બિનોદકુમાર રાજેન્દ્રકુમાર શર્મા (ઉવ-૫૭) નામના આધેડ ગત તા. ૧૦ના રોજ મોરબીના પીપળી-જેતપર રોડ બેલા ગામની સીમમાં એન્ટીલા કારખાનાની સામેનો રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવેલા GJ-36-AA-5078 નંબરના બાઈકચાલકે આધેડને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મિત્ર લક્ષ્મીરામ રાજારામ સાધુએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બાઈકચાલક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.