મોરબી : મોરબી કોર્ટ કમ્પાઉન્ડમાં પરવાના વાળી પિસ્ટલ કમરે બાંધી લોકોમાં ખોટા ભય ઉભો કરી સીન સપાટા કરતા આધેડને સીટી બી ડિવિઝન પોલીસે કાયદાનું ભાન કરાવી આરોપી વિરુદ્ધ હથિયારધારા અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ મોરબી નામદાર કોર્ટમાં એક સંવેદનશીલ કેસ બાબતે મોરબી બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફ બંદોબસ્તમાં હોય ત્યારે આરોપી ગુલામભાઇ અમીભાઇ પરાસરા ઉવ.58 રહે.ગામ સીંધાવદર તા.વાંકાનેર જી.મોરબી પોતાનુ લાયસન્સવાળુ હથીયાર(પિસ્ટલ)જે નામદાર કોર્ટ ફાયર આર્મ્સ પ્રતીબંધીત વિસ્તાર હોવાનુ પોતે જાણતા હોવા છતા પોતાનુ પરવાના વાળુ હથીયાર બધા જોઇ શકે અને લોકોમા ભય ઉત્પન થાય તેવી રીતના પોતાની કમરમા બાંધી કોર્ટ કન્પાઉન્ડ પ્રવેશ કરતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે તેને રોકી હથિયાર નામદાર કોર્ટમાં ક્યાં કારણોસર લાવ્યાનું પૂછતાં કોઈ સચોટ કારણ ન જણાવતા, બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ હથિયારધારા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.