ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના છતર ગામના પાટિયા પાસે આવેલ હોટલ ખુરશીમાં બેઠા બેઠા રાત્રીના સમયે વાતો કરી રહેલા આધેડને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જુના છતર ગામે રહેતા વિભાભાઈ રામાભાઈ ટોળીયા ઉ.55 નામના આધેડ ગત તા.21ના રોજ રાત્રીના સમયે રાજકોટ - મોરબી હાઇવે ઉપર છતર ગામના પાટિયા પાસે આવેલ વશીલા હોટલ ખાતે ખુરશીમાં બેસી વાતો કરતા હતા તે સમયે અચાનક હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.