ટંકારા : ટંકારા તાલુકા જબલપુર ગામ જવાના રસ્તે બાઈક લઈને ઉભેલા આધેડ સાથે અન્ય બાઈક ચાલકે બાઈક અથડાવતા આધેડનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામ જવાના રસ્તે માવજીભાઈ મોહનભાઇ ફેફર પોતાનું બાઈક લઈને ઉભા હતા ત્યારે અચાનક જ જીજે - 36 - એએ - 6202 નમ્બરના મોટર સાયકલ ચાલકે પોતાનું બાઈક તેમની સાથે અથડાવતા માવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક માવજીભાઈના પુત્ર વૈભવ માવજીભાઈ ફેફર રહે.જબલપુર વાળાએ અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.