મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક જીજે - 12 - બીડબ્લ્યુ - 4117 નંબરના ટેન્કર ચાલકે વાંકાનેરના ગારીયા ગામે રહેતા મચ્છારામ ખાખીરામ ગોંડલીયાને બાઈક સાથે હડફેટે લેતા મચ્છારામનો હાથ ટેન્કરના ટાયર નીચે આવી જતા હાથ કાપવો પડ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.