હળવદ મોરબી ચોકડી નજીક બનેલો બનાવ હળવદ : હળવદ શહેરની મોરબી ચોકડી નજીક બાઈક ઉપર ગેસનો બાટલો બદલાવવા જઈ રહેલા આધેડને કાળ રૂપી વેગનઆર કારનો ભેટો થઇ જતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં કુંભારપરા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ કનૈયાલાલ ટાંક તા.25ના રોજ સાંજના સમયે ગેસનો બાટલો બદલાવવા જતા હતા ત્યારે મોરબી ચોકડી નજીક મારુતિ સુઝુકી કંપનીની વેગનઆર નંબર જીજે-13-nn-3080 ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતાં કમલેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે કમલેશભાઈના પુત્ર અક્ષયભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેગનઆર કારના ચાલક વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.