મોરબી : મોરબીના વિદ્યુતનગરમાં રહેતા રાજુભાઇ મેરામભાઈ ધંધુકિયા ઉ.50 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.