ટંકારા : રાજકોટથી હળવદ જઈ રહેલા રાજકોટના રૈયારોડ ઉપર ઇન્દ્રપ્રસ્થનગરમાં રહેતા પારસભાઇ ભીખાભાઇ કાલાવડીયાને ટંકારા નજીક છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે હાર્ટએટકે આવતા મૃત્યુ નીપજ્યાનું જાહેર કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.