હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર રોડની સાઈડમાં પગપાળા જઈ રહેલા કનસિંગભાઈ ગુરજીભાઈ રાઠવા ઉ.52 નામના આધેડને જીજે - 03- DG - 7834 નંબરની આઈ ટવેન્ટી કારના ચાલક આનંદ સુરેશભાઈ પટેલ રહે.મોરબી વાળાએ ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના મિત્ર વેલ્યાભાઈ દુરસિંગભાઈ નાયકાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.