વાંકાનેર : વાંકાનેરની સરતાનપર ચોકડી નજીક ઇલેકટ્રીક શોર્ટ લાગતા એક આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી. ગત તા. 30 સપ્ટેમ્બરના રોજ વાંકાનેરની સરતાનપર રોડ પર ચોકડી નજીક સેન્સો સીરામીકની બાજુમાં કોઇ કારણે ઇલેકટ્રીક શોર્ટ લાગતા મુકેશસીંહ કિસ્મતસિંહ ઠાકુર (ઉ.વ. 46, રહે. મોરબી, કમલ પાર્ક હાઉસીંગ બોર્ડ)ને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate