મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા બાબુભાઇ માવજીભાઈ પરમાર ઉ.58 નામના આધેડ પોતાની વાડીની ઓરડીમાં અગમ્ય કારણોસર શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી લેતા દાઝી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.