મોરબી : આમરણ નજીક મોરબી ઝીંઝુડા રૂટની એસટી બસના ચાલકે બાઈક લઈને જઈ રહેલા ધૂળકોટ ગામના રહેવાસી શાંતીલાલ કરશનભાઇ સાપરીયા ઉ.54ને હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે તેમના પુત્ર હીમાંશુભાઇ શાંતીલાલ સાપરીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..