મોરબી : રાજસ્થાનના સાંચોર જિલ્લાના લીયાદરા ગામનો 17 વર્ષીય માનસિક અસ્થિર યુવક દિનેશ હર્ષદરાય ચૌધરી રાજસ્થાનથી મોરબી આવ્યો હતો અને મોરબી પોલીસ મથકે પહોંચતા પોલીસે તેના પરિજનોને જાણ કરી હતી. જો કે, ત્યાર બાદ ફરી આ યુવાન લાપતા બન્યો હતો. છેલ્લા 15 દિવસથી દિનેશ ચૌધરીનો કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે તેના ચિંતિત પિતા હર્ષદરાય ચૌધરી હાલ મોરબી આવ્યા છે અને પોલીસ પાસે મદદ માંગી છે. સાથે જ કોઈને પણ દિનેશ ચૌધરીનો પત્તો લાગે તો મોબાઈલ નંબર 8290299861 પર જાણ કરવા જણાવાયું છે.