મોરબી : ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આર્યવર્ત લાઈફ સેવિયર સંસ્થા દ્વારા 'પ્રયાસ' નામે થેલેસેમિયા અને રક્તદાનની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવેલ હતું. જેમા દેશ ના ખૂણે ખૂણે થી રક્તદામ મુહિમ ચલાવનાર સંસ્થા ના લોકો એ હાજરી આપેલ હતી.આ પરિષદ થેલેશેમિયા બીમારીને કેમ અટકાવવી તેમજ રક્તદાન કરવા માટે શુ શુ તકલીફો પડી રહે છે. અને આ બાબતે કેમ સુધારો લાવી સકાય એ બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી સમગ્ર દેશમાંથી કુલ ૮૧ સંસ્થાઓએ આ પરિષદમાં ભાગ લીધેલ હતો. આ બાબતે ૧૦ મહાનુભવોની ખાસ પેનલ બનાવેલ હતી. જેઓ યોગ્ય નિરાકરણ લાવી શકે. આ પરિષદમાં મોરબીની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતાં યંગ ઈન્ડિયા ગ્રૂપની 'લોહી માં છે માનવતા' મુહિમ માટે ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયાને વિશેષ લાઈફ સેવિયર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે યંગ ઈન્ડિયા ગ્રૂપના મેન્ટર ડો. દેવેનભાઇ રબારી એ ગ્રૂપ ની રક્તદાન મુહિમ 'લોહી માં છે માનવતા'માં જોડાઈ અને વખતો વખત રક્તદાન કરવા લોકો ને અનુરોધ કર્યો હતો.