200 થી 250 જરૂરિયાતમંદ લોકોને ભજીયા અને છાશનું વિતરણ કરી માનવતા મહેકાવીમોરબી : 'ખુશીઓ ત્યારે સાચી બને છે, જ્યારે તે બીજાઓ સાથે વહેંચાય… સેવા ત્યારે મહાન બને છે, જ્યારે તે નિ:સ્વાર્થ ભાવથી કરવામાં આવે.' આ ઉક્તિને સાર્થક કરતા મોરબીની અગ્રણી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટીના સદસ્ય પ્રફુલ્લાબેન સોનીએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરીને માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.પ્રફુલ્લાબેન સોનીએ પોતાના જન્મદિવસ નિમિત્તે અંદાજે 200 થી 250 જેટલા જરૂરિયાતમંદ અને અભાવગ્રસ્ત લોકો સાથે ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે આ લોકોની સાથે જ કેક કટિંગ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત લોકોને ભજીયા, છાશ અને કેકનું વિતરણ કરીને આનંદ બેવડાવ્યો હતો.આ સેવા કાર્યમાં મુસ્કાન વેલફેર સોસાયટીના અન્ય સભ્યો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો. આવા સેવા કાર્ય દ્વારા સમાજમાં સહાનુભૂતિ, એકતા અને માનવતાનો સુંદર સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ પ્રફુલ્લાબેન સોનીના આ સેવાભાવી કાર્યની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને તેમના દીર્ઘાયુ, ઉત્તમ આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.#Morbi #MorbiUpdate #MuskanWelfareSociety #BirthdayCelebration #SocialWork #Humanity #MorbiNews #HelpingHands