મોરબી : મોરબીનું યંગ ઈન્ડિયા ગ્રુપ 'આપવાના આનંદ' સૂત્રમાં માને છે. ત્યારે મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપના સભ્ય મેહુલભાઈ રબારીએ તેમના દિકરા પ્રિન્સનો બર્થ ડે ગરીબ બાળકોને પીચકારી અને ચોકલેટનું વિતરણ કરીને ઉજવ્યો હતો. આમ, મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપના સભ્યએ પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.