મોરબી : મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગૃપના સભ્ય રાકેશભાઈ બરાસરાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સુકીભાજી, ગુલાબજાંબુ, દહીં, થેપલા સહીતનું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગૃપના પ્રમુખ હેતલબેન પટેલ, મોરબી મહિલા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર લગધીરકા મેડમ તેમજ ગૃપના બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.