UPSC, GPSC સહિતની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવા રોજગાર વિનિમય કચેરી અને ITI મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી 18 જુલાઈએ શનાળા રોડ પરના ‘શિવ હોલ’ ખાતે વિશેષ આયોજનમોરબી: જિલ્લાના સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી યુવાનોને ઘરઆંગણે સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને નિયામક, મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 18 જુલાઈ 2026 ના રોજ સવારે 10:00 કલાકે “UPSC/GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે કારકિર્દી વિષયક માર્ગદર્શન સેમિનાર” યોજાનાર છે.મોરબીમાં શનાળા રોડ પર આવેલા શિવ હોલ ખાતે યોજાનાર આ મેગા કરિયર સેમિનારમાં મોરબી જિલ્લા રોજગાર કચેરીના વિષય નિષ્ણાત કર્મચારીઓ અને કેરિયર કાઉન્સિલર્સ દ્વારા દેશ અને રાજ્ય સ્તરની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા, અભ્યાસક્રમની સમજ અને પરીક્ષા પાસ કરવાની વ્યૂહરચના વિશે વિસ્તૃત તેમજ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.મોરબી જિલ્લાના તમામ ઈચ્છુક યુવા ઉમેદવારોને નિયત તારીખે અને સમયે આ સેમિનારમાં અચૂક ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ અગાઉ રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાની નામ નોંધણી નથી કરાવી તેઓ પણ આ માર્ગદર્શન શિબિરમાં પ્રત્યક્ષ હાજર રહીને સેવાનો નિઃશુલ્ક લાભ મેળવી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CareerSeminar #UPSC #GPSC #CompetitiveExams #YouthEmpowerment