હળવદ: આગામી તારીખ 29/10/2021ને શુક્રવારના રોજ હળવદ શહેરમાં આવેલ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે સિવિલ હોસ્પિટલ મોરબી અને સમાજ સુરક્ષા વિભાગ મોરબીના સયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાનાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હળવદ તાલુકાનાં જે દિવ્યાંગ ભાઈઓ બહેનોને દિવ્યાંગ પ્રમાણપત્ર,udid કાર્ડ તથા દિવ્યાંગ પ્રમાણપત્ર રિન્યૂઅલ કરવાનું કે કઢાવવાનું બાકી હોય તેવા ભાઈઓ બહેનોએ પોતાના જરૂરી કાગળો જેવા કે આધારકાર્ડ,જન્મ તારીખનો દાખલો,એલ.સી,3.પાસપોર્ટ સાઇઝના ફોટો,વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો ) સાથે તા.29/10/2021 ના રોજ રૂબરૂ હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..