સ્વ. હિંમતલાલ પંડિતની સ્મૃતિમાં સંસ્કાર બ્લડ બેન્ક ખાતે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી કેમ્પનું આયોજન: અગાઉથી નામ નોંધાવવા અપીલમોરબી અપડેટ : મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી - નઝરબાગ અને કોમનમેન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 27 સપ્ટેમ્બર 2026 ને રવિવારના રોજ એક મેગા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ લાયન્સ ક્લબના ચાર્ટર્ડ મેમ્બર સ્વ. હિંમતલાલ કેશવજીભાઈ પંડિત (C.A.) ની પુણ્ય સ્મૃતિમાં યોજાઈ રહ્યો છે. આ કેમ્પ મોરબીના GIDC મેઈન રોડ પર આવેલી સંસ્કાર બ્લડ બેન્ક ખાતે સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાશે.લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ સચિન કોટેચા, સેક્રેટરી અલ્પેશ પુજારા તેમજ પ્રોજેક્ટ ચેરમેન ડો. રવિન્દ્ર ભટ્ટ અને વિક્રમ દફતરીના માર્ગદર્શન અને ડો. સતીશ પટેલના આયોજન હેઠળ યોજાઈ રહેલા આ મેગા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને ઉત્સાહભેર ભાગ લઈ માનવતાના આ કાર્યમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આયોજનમાં સરળતા રહે અને સંખ્યાનો યોગ્ય અંદાજ આવે તે હેતુથી, જે રક્તદાતાઓ રક્તદાન કરવા ઈચ્છતા હોય તેઓને અગાઉથી પોતાનું નામ ધરતી બરાસરા (મો. 9825941704) નો સંપર્ક કરી નોંધાવવા ખાસ જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonation #LionsClubMorbi #CommonmanFoundation #DonateBlood #SocialService