11માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે યોજાયેલા કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ સેવાનો લાભ લીધો: વિદ્યાર્થીઓ માટે આયુર્વેદ ક્વિઝ અને પોષણ માસ અંગે જાગૃતિ શિબિર યોજાઈમોરબી અપડેટ: નિયામક, આયુષ - ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી - મોરબીની સૂચના અને માર્ગદર્શન હેઠળ 11માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આજે તારીખ 21 સપ્ટેમ્બરના રોજ મોરબીના ઘનશ્યામપુર ગામે કન્યા શાળા ખાતે મેગા આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક અગ્રણી ગિરીશભાઈ લકુમ અને અનિલભાઈ કંઝારિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશ જેતપરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ડો. પ્રવીણ વડાવિયા, ડો. જયેશ ગરધરીયા, ડો. મન્સુર પીલુડીયા અને ડો. એન. સી. સોલંકી તથા તેમની ટીમે નિષ્ણાત સેવાઓ આપી હતી. આ મેગા કેમ્પને સફળ બનાવવામાં ઘનશ્યામપુર ગ્રામ પંચાયત અને ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.આ મેગા કેમ્પ દરમિયાન કુલ 189 લાભાર્થીઓએ આયુર્વેદ ચિકિત્સા, 41 લાભાર્થીઓએ હોમિયોપેથી ચિકિત્સા, 234 લોકોએ અમૃતપેય વિતરણ અને 356 લોકોએ આરોગ્ય જાગૃતિ શિબિરનો ઉત્સાહભેર લાભ લીધો હતો.આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત 'સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ' ની થીમ પર ધોરણ 8 ના બાળકો માટે એક આયુર્વેદ ક્વિઝનું વિશેષ આયોજન કરાયું હતું. જેમાં 5 વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા અને અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પોષણ માસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને ખોરાકમાં વિવિધતાનું મહત્વ અને શરીરમાં પ્રોટીનની અગત્યતા અંગે જાગૃત કરવા એક આરોગ્ય શિબિર પણ યોજાઈ હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #AyurvedaCamp #Ghanshyampur #Homeopathy #HealthCamp #PoshanMaas #AyurvedaDay