મોરબી : મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર- મોરબીના આંગણે પ્રજ્ઞાપુરાણકથા અને ભવ્ય સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને લઈને આગામી તારીખ 9 માર્ચ ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. મણીભાઈ ગડારા, અશ્વિનભાઈ રાવલ (વાંકાનેર ના અધ્યક્ષ સ્થાને આ મિટીંગ યોજાશે.આ મિટીંગમાં કથાનું સુચારું સંકલન થાય એ માટે વિચારણા કરવામાં આવશે. પત્રિકા, માહિતીઓ, પ્રચાર પ્રસાર માટે યોજનાની વિચારણા, વિવિધ કમિટીઓ બનાવવી, વિવિધ આયોજનો વિશે મંતવ્યો અને નિર્ણય કરવા, કથા ભવ્ય અને દિવ્ય બને એ માટે સૂચનો મેળવવા, કથા આનુસંગિક અન્ય જોડાણ માટે વિચારણા અને નિર્ણય કરવા અંગે ચર્ચા વિચારણા થશે.