મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ માર્ગદર્શનમાં માર્ગદર્શનથી મોહરમ નિમિત્તે તાજીયા અખાડા કમિટી સાથે પી.આઈ. રાકેશ પટેલની અધ્યક્ષમાં બેઠક યોજવામાં આવી હતી. મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર-ઠેર છબીલ તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદથી શરૂ છે. ત્યારે એ ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ પટેલની અધ્યક્ષતામાં તાજીયા અખાડા કમિટીના આયોજકો સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમાં તાજીયાના સંચાલકોએ સમયસર દર વર્ષની જેમ રાબેતા મુજબ રૂટ પર સમયસર હાજર રહેવું અને અખાડા કમિટી દ્વારા ઇલેક્ટ્રીક વાયર રેકડા વહાનો ચલાવતી વખતે સાવધાની સાથે ઇલેક્ટ્રીક વાયર ઉંચા કરતી વખતે સાવચેતથી પૂર્વક સાવધાની રાખવી જેવા અનેક વિવિધ પ્રજાલક્ષી માર્ગદર્શનની ચર્ચા વિચારણા સાથે તાજીયા આખાડાની મીટીંગ મળી હતી.