મોરબી : મોરબીના નાનીવાવડી ખાતે આવેલા કબીર આશ્રમ પાસે આગામી તારીખ - 01/10/2023 થી મોરારી બાપુની રામકથાના આયોજન અંતર્ગત આજે રામકથા આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કથાનું સચોટ આયોજન કરવા ગ્રાઉન્ડની મુલાકાત લઈ મીટીંગ યોજી હતી. આ કથા કબીર આશ્રમના મહંત મહામંડલેશ્વર શિવરામદાસજી અને રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ યોજાવાની છે. જેને લઈને હાલ યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. આ સાથે શિવમદાસજી સાહેબે જણાવ્યું હતું કે, આ મોરબીમાં યોજાનારી આ કથાનું 170 દેશમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મોરબીમાં ન ભૂતો ન ભવિષ્યતિ સમાન રામ કથા થવાની છે જેને લઇને હાલ આયોજન સમિતિમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.