મોરબી : મોરબી જીલ્લામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા માટે ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા અને મોહનભાઈ રખૈયા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં બ.સ.પા. મોરબીના પદાધિકારીઓ તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવનાર વિધાનસભાની ચુંટણીમાં બ.સ.પા. પૂરી મજબૂતાઇથી લડશે, તેવો વિશ્વાસ બેઠકમાં વ્યક્ત કરી કોંગ્રેસ ભાજપની મીલીભગતથી ચાલતા એકહથ્થુ શાસન સામે બસપા એક મજબૂત વિકલ્પ બની રહશે તેમ જણાવી બસપામાં જોડાવા માટે મો. 70161 69402 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણવાયું છે.