પાલિકાના પદાધિકારીઓએ રાજયમંત્રી મેરજાને સાથે રાખી ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના અધિકારી સાથે બેઠક યોજી મોરબી : મોરબીના વિકાસ મામલે પાલિકાના પદાધિકારીઓએ રાજયમંત્રી મેરજાને સાથે રાખી ગાંધીનગર ખાતે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના અધિકારી સાથે બેઠક યોજી હતી. જેમાં ટાઉન પ્લાનિંગ, રિવર ફ્રન્ટ બનાવવા, વહીવટી સ્ટાફ વધારવો. મોરબીને અલગ ઓળખાણ માટે ગ્રાન્ટ ફાળવવી સહિતની બાબતોની અગત્યની બેઠક યોજી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોરબી નગરપાલિકા ઉપપ્રમુખના જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશ દેસાઈ, પાલિકા પ્રમુખના પતિ કે.કે.પરમાર સહિતની ટીમ રાજયમંત્રી બ્રિજેશ મેરજાને સાથે રાખીને ગાંધીનગર દોડી ગઈ હતી અને ગાંધીનગર ખાતે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના સી.ઇ.ઓ. રાજકુમાર બેનિવલ સાથે મોરબીના વિવિધ પ્રશ્ને બેઠક કરી હતી. જેમાં લાઈટના પ્રશ્નો, ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીનો જી.યુ.ડી.એમ.નો કોન્ટ્રાકટ રદ્દ કરવા, ટાઉન પ્લાનિંગ, રિવર ફ્રન્ટ બનાવવા, વહીવટી સ્ટાફ વધારવો. મોરબીને અલગ ઓળખાણ માટે ગ્રાન્ટ ફાળવવી સહિતની બાબતોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..