મોરબી : મોરબીમાં પરશુરામ ધામ ખાતે ગુજરાત રાજ્યના વિધાનસભા અધ્યક્ષના આગમનની તૈયારી સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. મોરબીમાં પરશુરામ ધામ ખાતે ગુજરાત રાજ્યના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી આગમન થવાનું હોવાથી ગત તા. 1 ના રોજ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં નક્કી થયા મુજબ અધ્યક્ષના સ્વાગત તથા રંગોળીની જવાબદારી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરીવારને સોંપવામાં આવેલ છે. જે મુજબ મહિલાઓ દ્વારા ભવ્યાતિભવ્ય રંગોળી બનાવવામાં આવશે તથા 51 દિકરીઓ દ્વારા કળશ સાથે સામૈયું કરવામાં આવશે તથા કાર્યક્રમના દિવસે કાઉન્ટરની જવાબદારી મહિલા પરીવાર દ્વારા સંભાળવામાં આવશે. તેમ પ્રમુખ નીલાબેન પંડીત, અધ્યક્ષ શીતલબેન દવે, ઉપપ્રમુખ કિરણબેન ઠાકર, ખજાનચી પ્રવિણાબેન મહેતા, ઉપપ્રમુખ રીનાબેન પંડ્યા અને ભાવનાબેન મહેતા, સહમંત્રી નીશાબેન જોષી, પ્રોજેક્ટ ચેરમેન ચેતનાબેન જોષી, સહખજાનચી જયશ્રીબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..