મોરબી : મોરબી જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી ૧૭/૦૧/૨૦૨૦ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠક અંગેના ૧ થી ૬ પત્રકો જિલ્લા કક્ષાના અધિકારીઓને ૧૦ તારીખ સુધી કલેક્ટર કચેરી ખાતે મોકલી આપવાના રહેશે અને આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે જાતે જ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીએ જણાવ્યું છે.